For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

પીએમ મોદી 2 દિવસની મુલાકાતે પહોંચ્યા કુવૈત

12:10 AM Dec 22, 2024 IST | eagle
પીએમ મોદી 2 દિવસની મુલાકાતે પહોંચ્યા કુવૈત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અહીં બે દિવસની મુલાકાતે ગલ્ફ કન્ટ્રી પહોંચ્યા હતા જ્યાં તેઓ ભારતીય ડાયસ્પોરાને મળશે અને ‘વિવિધ ક્ષેત્રોમાં ભારત-કુવૈત મિત્રતાને મજબૂત કરવા’ માટે કુવૈતી નેતૃત્વ સાથે વાતચીત કરશે. PM મોદી કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાતે છે ‘કુવૈતમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. 43 વર્ષમાં કોઈ ભારતીય PMની આ પ્રથમ મુલાકાત છે, અને તે નિઃશંકપણે વિવિધ ક્ષેત્રોમાં ભારત-કુવૈતની મિત્રતાને વધુ મજબૂત બનાવશે. હું આજે અને આવતી કાલ માટે નિર્ધારિત કાર્યક્રમોની રાહ જોઈ રહ્યો છું.’ વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કર્યું. કુવૈતના પ્રથમ નાયબ વડા પ્રધાન, સંરક્ષણ અને ગૃહ પ્રધાન શેખ ફહાદ યુસેફ સઉદ અલ-સબાહ દ્વારા મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement