પેરાસિટામોલ સહિત 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ.....
દેશમાં 53 દવાઓ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલની તપાસમાં ફેલ જોવા મળી છે. જેમાં પેરાસિટામોલ પણ સામેલ છે. જેનો ઉપયોગ તાવ-દુખાવામાં થતો હોય છે. CDSCO એ પોતાની નવી નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એલર્ટ યાદીમાં 53 દવાઓના નામ મૂક્યા છે. આ યાદીમાં વિટામીન સી અને D3 ની ગોળીઓ શેલકાલ(Shelcal 500), વિટામીન બી કોમ્પ્લેક્સ, વિટામીન સી સોફ્ટજેલ, એન્ટાસિડ Pan-D, પેરાસિટામોલ 500 MG, ડાયાબિટીસની દવા ગ્લીમેપિરાઈડ, હાઈ બ્લડ પ્રેશરની દવા ટેલ્મીસેરટેન પણ સામેલ છે.પેટમાં ઈન્ફેક્શનની સારવાર માટે અપાતી દવા મેટ્રોનિડેઝોલ પણ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગઈ છે. CDSCO ક્વોલિટી ટેસ્ટમાં ફેલ દવાઓની 2 યાદી બહાર પાડી છે. પહેલી યાદીમાં 48 દવાઓ છે જ્યારે બીજી યાદીમાં 5 દવાઓ છે. બીજી યાદીમાં જે 5 દવાઓના નામ છે જેમાં તેને બનાવનારી કંપનીઓના જવાબ પણ સામેલ કરાયા છે. કંપીઓએ પોતાના જવાબમાં કહ્યું છે કે પ્રોડક્ટની બેચ તેમના ત્યાંથી ત્યાર કરાયેલી નથી અને આ દવા નકલી છે.