E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

પોતાની જ ફિલ્મની ટીકા કરી હંસલ મહેતાએ, અનુપમ ખેરે ગુસ્સે થઈ કહ્યું “દંભી તમે ફી પણ લીધી હતી...”

01:22 AM Dec 29, 2024 IST | eagle

દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું નિધન થયું છે. જોકે તેમના નિધન બાદ તેમના પર બનેલી વિવાદાસ્પદ ફિલ્મને લઈને બૉલિવૂડના બે વરિષ્ઠ કલાકારો વચ્ચે આરોપ પ્રત્યારોપોનું યુદ્ધ શરૂ થયું છે. થોડા સમય પહેલા એક પત્રકારે મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ની ટીકા કરી હતી, જેમાં અનુપમ ખેરે લીડ રોલમાં હતા. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના ક્રિએટિવ ડાયરેક્ટર હંસલ મહેતા પણ પત્રકારની ટીકા સાથે સહમત થયા, જેના પર અનુપમ ખેર ગુસ્સે થઈ ગયા. લેખક અને પત્રકાર વીર સંઘવીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરીને આરોપ લગાવ્યો છે કે ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરે મનમોહન સિંહની છબીને કલંકિત કરવામાં આવી હતી. આ પોસ્ટના જવાબમાં, ફિલ્મના ક્રિએટિવ ડાયરેક્ટર હંસલ મહેતાએ ` 100` લખ્યું અને નમ્ર શબ્દોમાં સંમત થયા. હંસલ મહેતાનું પોતાની જ ફિલ્મની ટીકા કરતું નિવેદન આવતા જ ફિલ્મના લીડ એક્ટર અનુપમ ખેર ગુસ્સે થઈ ગયા હતા. તેમણે જવાબમાં લખ્યું કે, આ થ્રેડમાં કોઈ દંભી વીર સંઘવી નથી. તેમને કોઈપણ ફિલ્મ પસંદ ન કરવાની સ્વતંત્રતા છે, પરંતુ ‘ધ એક્સિડન્ટ પ્રાઇમ મિનિસ્ટર’ના ક્રિએટિવ ડિરેક્ટર હંસલ મહેતા છે. જે ઈંગ્લૅન્ડમાં ફિલ્મના સમગ્ર શૂટિંગ દરમિયાન હાજર હતા. તેઓ તેમનું સર્જનાત્મક ઇનપુટ આપી રહ્યા છે અને તેના માટે ફી પણ વસૂલ કરી હશે.

Next Article