પ્રતિદિન પાંચ લાખથી વધુ મુલાકાતીઓ પ્રમુખ સ્વામી નગરમાં આવવાની સંભાવના
પ્રમુખસ્વામી શતાબ્દિ મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવની ઉજવણી સરદાર પટેલ રીંગ રોડ પર
ભાડજ – ઓગણજ સર્કલ વચ્ચે ૬૦૦ એકર જમીન પર તૈયાર થયેલા પ્રમુખસ્વામીનગર ખાતે
કરવામાં આવશે. દિલ્હીના અક્ષરધામ, ભવ્ય પ્રવેશદ્વાર, વિવિધ પ્રદર્શનો, સામાજિક
જાગૃતિને લગતી થીમ સહિતના અનેક આકર્ષણો સાથેના નગર
નિર્માણની કામગીરી અંતિમ તબક્કામાં છે. ૧૫ ડિસેમ્બરથી
૧૫ જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ ભવ્ય મહોત્સવમાં પ્રતિદિન પાંચ
લાખથી વધુ લોકો આવે તેવી સંભાવના છે. ગુજરાતના ઇતિહાસમાં
સૌપ્રથમવાર ૬૦૦ એકરના વિશાળ વિસ્તારમાં યોજાઈ રહેલ આ ઐતિહાસિક
આયોજન અંગે બીએપીએસના શ્રી અક્ષરવત્સલ સ્વામીએ આપેલ માહિતી અનુસાર આ નગરમાં મહોત્સવ થકી લાખો લોકોને નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા વ્યસનમુક્ત કરવા, જીવન
ઘડતર, પારિવારીક શાંતિ અને રાષ્ટ્ર સેવા જેવી અનેક
બાબતોથી માહિતગાર કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. પ્રમુખસ્વામીનગરમાં પ્રમુખસ્વામીએ તેમના
જીવનકાળ દરમિયાન કરેલા કાર્યો તથા સમાજમાં તેમના યોગદાનની બાબતોને ઉજાગર
કરવામાં કરવામાં આવશે.
તા.૧૪મી ડિસેમ્બરે સાંજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ
મોદી અને અ૭રધામના પ.પૂ. મહંત શ્રી આનંદ સ્વરૂપ સ્વામી દ્વારા ઉદ્ઘાટન કરી પ્રમુખનગર
વિધિવત ખુલ્લું મુકાશે.