પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે કરી વાત, કહ્યું કે, મકાન કેવું મળ્યું છે ?
આજે બનાસકાંઠામાં ડીસાના કુંભારિયા અને જલોત્રા ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં કુલ 3,938 મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો તેમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા અને લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ દરમિયાન લાભાર્થીઓને તેમના પરિવાર અને મળેલા મકાન વિશે પણ વાત કરી હતી.
બનાસકાંઠાના કુંભારિયા ગામના આશાબેન ભેરાભાઈ ભરથરીએ પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે વાત કહેતા પહેલા જય અંબેનો નાદ કર્યો હતો. મકાન મળ્યું તે બાબતે આશાબેને ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં કુલ 3063 PM આવાસ, 521 આંબેડકર આવાસ અને 354 પંડિત દીનદયાળના આવાસ મળી કુલ 3938 મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આશાબેને જય અંબે કહીને પ્રધાનમંત્રી સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તમે તો માતા અંબાના ખોળામાં બેઠેલા છો. વધુમાં પ્રધામંત્રીએ આશાબેને પૂછ્યું કે, ‘આશાબેન કેમ છો, કુંટૂંબમાં કેટલા છે? ઘર કેવું મળ્યું પહેલા ક્યા રહેતા તે સમજાવોને બધું…’