For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ફીફા વિશ્વકપના રોમાંચક ફાઇનલમાં મેસ્સીનું વિશ્વકપ જીતવાનું સપનું પૂરુ.....

11:00 AM Dec 19, 2022 IST | eagle
ફીફા વિશ્વકપના રોમાંચક ફાઇનલમાં મેસ્સીનું વિશ્વકપ જીતવાનું સપનું પૂરુ

કત્તારમાં આર્જેન્ટીનાએ ઈતિહાસ રચી દીધો છે. લિયોનેલ મેસ્સીના બે ગોલની મદદથી આર્જેન્ટીનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હરાવી દીધુ છે. ફીફા વિશ્વકપના રોમાંચક ફાઇનલમાં આર્જેન્ટીનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવી વિશ્વકપ જીતી લીધો છે. આ જીત સાથે લિયોનેલ મેસ્સીનું વિશ્વકપ જીતવાનું સપનું પૂરુ થઈ ગયું છે. આર્જેન્ટીનાએ 1986 બાદ વિશ્વકપની ટ્રોફી જીતી છે. મેચમાં આર્જેન્ટીનાએ પ્રથમ હાફમાં આર્જેન્ટીનાએ 2-0ની લીડ મેળવી હતી. પરંતુ બીજા હાફના અંતિમ સમયમાં ફ્રાન્સે વાપસી કરી અને એમ્બાપ્પેએ બે ગોલ કર્યા હતા. ત્યારબાદ મેચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી હતી. જેમાં પણ બંને ટીમોએ એક-એક ગોલ કર્યો હતો. એટલે કે એક્સ્ટ્રા ટાઇમ બાદ સ્કોર 3-3થી બરોબર રહ્યો હતો. લિયોનેલ મેસ્સીએ એક્સ્ટ્રા ટાઇમના બીજા હાફમાં મેસ્સીએ 108મી મિનિટે ગોલ કર્યો હતો. આ ગોલ આર્જેન્ટીનાની જીતમાં નિર્ણાયક સાબિત થયો હતો.

Advertisement