E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

બરોડા LCB એ લાખોની કિંમતના કોપર રોલ સગેવગે થાય તે પહેલા જ પકડી પાડ્યા

10:52 AM Nov 20, 2024 IST | eagle

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાખોની કિંમતના કોપર રોલ સગેવગે થાય તે પહેલા જ પકડી પાડ્યા છે. ડેસર પોલીસ મથકની હદમાં આવતા ધનતેજ ગામે ગ્રામ્ય એલસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં એક આરોપીની અટકાયત કરવામાં સફળતા મળી છે. હાલ આ મામલે આરોપીને મુદ્દામાલ સાથે ડેસર પોલીસ મથકમાં લાવીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ગુનાખોરી ડામવા માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ડેસર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા ધનતેજ ગામના હનુમાન ટેકરે તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં વડોદરા ગ્રામ્ય એલસીબીના જવાનોને 12 જેટલા ભારેભરખમ કોપર રોલ મળી આવ્યા હતા. જે તમામ મળીને અંદાજીત 3 હજાર કિલોથી વધુનું કોપર રિકવર કરવામાં આવ્યું હતું.

Next Article