For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

બાહુબલિ અને RRRની સફળતા બાદ રાજામૌલિ લાવશે ‘મેડ ઈન ઈન્ડિયા’

02:16 PM Sep 20, 2023 IST | eagle
બાહુબલિ અને rrrની સફળતા બાદ રાજામૌલિ લાવશે ‘મેડ ઈન ઈન્ડિયા’

બાહુબલિ અને RRR જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવનારા રાજામૌલિએ આગામી પ્રોજેક્ટ અંગે એનાઉન્સમેન્ટ કરી છે. તેઓ ઈન્ડિયન સિનેમાની બાયોપિક બનાવવાના છે, જેનું ટાઈટલ મેડ ઈન ઈન્ડિયા રખાયું છે. ચર્ચા મુજબ, તેઓ ભારતીય સિનેમાના જનક ગણાતા દાદાસાહેબ ફાળકેના જીવન આધારિત બાયોપિક બનાવી રહ્યા છે.

ગણેશ ચતુર્થીના દિવસે રાજામૌલિએ એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર ફિલ્મનું ટાઈટલ ટીઝર રિલીઝ કર્યું હતું. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ફિલ્મનું નેરેશન પહેલી વખત સાંભળી ત્યારે ખૂબ લાગણીશીલ થઈ ગયો હતો. બાયોપિક બનાવવાનું અઘરું હોય છે અને તેમાં પણ ભારતીય સિનેમાના પિતા અંગે બાયોપિક બનાવવાનું વધારે પડકારજનક છે. જો કે અમારા છોકરાઓ તેના માટે તૈયાર છે. ખૂબ ગર્વ સાથે મેડ ઈન ઈન્ડિયા રજૂ કરીશું. આ ફિલ્મને નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ મેકર નીતિન કક્કર ડાયરેક્ટ કરવાના છે. નીતિને અગાઉ મિત્રોં, નોટબુક, જવાની જાનેમન અને રામસિંઘ ચાર્લી જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે. મેડ ઈન ઈન્ડિયાને હિન્દી ઉપરાંત મરાઠી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. ઈન્ડિયન સિનેમાની બાયોપિકમાં રાજામૌલિનો દીકરો એસએસ કાર્તિકેય પ્રોડ્યુસર તરીકે જવાબદારી સંભાળશે.

Advertisement