For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

બેન્ક કર્મચારી ની ઓળખ આપી ને યુવક ના ખાતા માંથી ૮૦૦૦૦ ની ઠગાઈ ....

12:38 PM Jan 19, 2022 IST | eagle
બેન્ક કર્મચારી ની ઓળખ આપી ને યુવક ના ખાતા માંથી ૮૦૦૦૦ ની ઠગાઈ

સરગાસણના યુવકને બૅન્કમાંથી બોલું છું કહીને ક્રેડિટ કાર્ડ નંબર માગી ગઠિયાએ 80 હજાર ઉપાડી લેતાં અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મુકેશભાઈ વિઠ્ઠલભાઈ ચોવટિયા (રહે. શ્રી શરણમ સોસાયટી, સરગાસણ, ગાંધીનગર) શહેરમાં ધંધો કરે છે. મુકેશભાઈના મોબાઇલ ઉપર એક ગઠિયાએ ફોન કર્યો હતો અને બૅન્ક કર્મચારી તરીકે પોતાની ઓળખાણ આપી હતી. થોડો સમય વાતોમાં રાખ્યા પછી યુવક પાસે રહેલા ક્રેડિટ કાર્ડનો નંબર માગ્યો હતો. યુવકે નંબર આપ્યા બાદ એક ઓટીપી યુવકના મોબાઇલ નંબર ઉપર આવ્યો હતો. તે પણ ગઠિયાએ માગતાં યુવકે ઓટીપી નંબર આપ્યો હતો. ઓટીપી નંબર આપ્યા બાદ યુવકના બૅન્ક ખાતામાંથી રૂ. 79995 ઉપડી ગયા હતા.

નાણાં ઉપડી ગયા બાદ યુવકને ખબર પડી હતી કે, અજાણ્યો ગઠિયો બૅન્ક કર્મચારીની ઓળખ આપીને 80 હજારનો ચૂનો લગાવી ગયો હતો. જેને લઇને આ બાબતની ફરિયાદ અડાલજ પોલીસ મથકમા નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ પણ જિલ્લામાં ઓનલાઈન છેતરપિંડીના ઘણા બનાવો બની ગયા હતા. આવા બનાવોની સામે લોકોએ તકેદારી રાખવી જોઈએ.

Advertisement