For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ભારતીય મૂળના અજયપાલ સિંહ બંગા વિશ્વ બેંકના આગામી પ્રમુખ બનશે....

11:54 AM May 04, 2023 IST | eagle
ભારતીય મૂળના અજયપાલ સિંહ બંગા વિશ્વ બેંકના આગામી પ્રમુખ બનશે

ભારતીય મૂળના અજયપાલ સિંહ બંગા વિશ્વ બેંકના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેઓ 2 જૂન, 2023ના રોજ કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. વિશ્વ બેંકના 25 સભ્યોના એક્ઝિક્યુટિવ બોર્ડે બુધવારે અજય બંગાને તેના પ્રમુખ તરીકે ચૂંટ્યા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તેમને આ પદ માટે નોમિનેટ કર્યા છે. બંગા 2 જૂને વિશ્વ બેંકના વર્તમાન પ્રમુખ ડેવિડ માલપાસનું સ્થાન લેશે.

અજય બંગા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે, જેમને વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. અજય વિશ્વની સૌથી મોટી ખાનગી ઇક્વિટી કંપનીઓ પૈકીની એક જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેન હતા.આ પહેલા તેઓ ક્રેડિટ કાર્ડની મુખ્ય કંપની માસ્ટરકાર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીઈઓ હતા. અજય બંગા પાસે લગભગ 30 વર્ષનો બિઝનેસ અનુભવ છે. માસ્ટરકાર્ડમાં વિવિધ ભૂમિકાઓમાં સેવા આપવા ઉપરાંત, તેમણે અમેરિકન રેડ ક્રોસ, ક્રાફ્ટ ફૂડ્સ અને ડાઉ ઇન્કના બોર્ડમાં પણ સેવા આપી છે.

Advertisement