E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

ભારત આયુષ વિઝા કૅટેગરી શરૂ કરશે : નરેન્દ્ર મોદી

12:47 PM Apr 21, 2022 IST | Pragya Prajapati

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇનોવેશન સમિટનો વડા પ્રધાને પ્રારંભ કરાવ્યો.ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇનોવેશન સમિટનો ગઈ કાલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવીને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જે વિદેશી નાગરિક ભારતમાં આવીને આયુષ ચિકિત્સાનો લાભ લેવા માગે છે તેમના માટે સરકાર એક વધુ પહેલ કરી રહી છે. જલદીથી ભારત એક વિશેષ આયુષ વિઝા કૅટેગરી શરૂ કરવા જઈ રહી છે. મૉરિશ્યસના વડા પ્રધાન પ્રવિન્દ જુગનાથ, ડબ્લ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ અૅન્ડ ઇનોવેશન સમિટનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પ્રારંભ કરાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે આજે ભારત મેડિકલ ટુરિઝમ માટે દુનિયાના કેટલાય દેશો માટે આકર્ષણનું ડેસ્ટિનેશન બન્યું છે તે વાતને ધ્યાનમાં રાખીને વિદેશી નાગરિકો માટે શરૂ કરવામાં આવનાર આયુષ વિઝા કૅટેગરીથી લોકોના આયુષ ચિકિત્સા માટે ભારત આવવા-જવામાં સરળતા રહેશે.

Next Article