For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના નામે ચાલી રહી છે 18થી વધુ કોલેજો....

06:02 PM Dec 05, 2024 IST | eagle
મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના નામે ચાલી રહી છે 18થી વધુ કોલેજો

ગુજરાતના મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. એક ના ડબલ કરવાની લાલચ આપી 6 હજારથી વધુ કરોડનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા અત્યારે ફરાર થઈ ગયો છે. પરંતુ આ કેસમાં દરરોજ ચોંકાનારી વિગતો સામે આવી રહી છે. આ વચ્ચે મહાકૌભાંડીએ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી છે. બીજીતરફ સામે આવ્યું કે ભૂપેન્દ્રના નામે 18થી વધુ કોલેજો ચાલી રહી છે.BZ ગ્રુપનો મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જી હાં ધરપકડથી બચવા માટે ભાગેડું ભૂપેન્દ્રએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ભૂપેન્દ્રની આગોતરા જામીન અરજી પર 6 ડિસેમ્બરે સુનાવણી થશે. ભૂપેન્દ્ર ઝાલા પોતે ખૂબ મોટા સેવાભાવી આગેવાન છે તે પ્રકારે કોર્ટમાં દાદ માંગી છે. પોલીસે માત્રને માત્ર બદઈરાદો રાખીને ફરિયાદ દાખલ કરી હોવાનો ભૂપેન્દ્ર ઝાલાએ આરોપ લગાવ્યો છે. બિનજરૂરી હેરાનગતિ અને છબી ખરડાવવા માટે ફરિયાદ નોંધાઈ હોવાનો પણ ભૂપેન્દ્ર ઝાલાએ આક્ષેપ કર્યો છે.

Advertisement