For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

મા બહુચરના પ્રાગટ્ય દિવસે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર...

02:00 PM Apr 23, 2024 IST | eagle
મા બહુચરના પ્રાગટ્ય દિવસે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર

મા બહુચરના આંગણે બહુચરાજીમાં આજે દિવ્યોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આજરોજ શક્તિપીઠ બહુચરાજીમાં શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ યોજાયો છે. શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીના પ્રાગટ્ય દિવસને ત્રી દિવસીય ચૈત્રી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. બહુચરાજીમાં પ્રાગટ્ય દિવસ નિમિતે મા બહુચરને આજે વિષેશ શણગાર કરાયો છે, માતા બહુચરને ગુલાબ, કમળ, ટગર, ચમેલી અને ઈંગ્લીશ વેરાઈટીના ફૂલોનો શણગાર કરાયો છે. માતાજીના દર્શન અર્થે વહેલી સવારથી આજે ભક્તોની ઘોડાપુર ઉંમટયું છે.મહેસાણા શક્તિપીઠ બહુચરાજીમાં આજે મા બહુચરનો પ્રાગટ્ય દિવસ ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવાઇ રહ્યો છે. આજના પાવન અવસરને લઈને ભક્તો બન્યા મા બહુચરના દર્શન માટે અધીરા બન્યા છે. ગઈકાલે 5 લાખ શ્રદ્ધાળુઓએ મા બહુચરના પાવનકારી દર્શન કર્યા હતા. આજે રાત્રે 9 કલાકે માતાજીની શાહી સવારી નગરચાર્યએ નીકળશે, ત્યારે માતાજીની શાહી સવારીની ચાચર ચોકમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવનાર છે. અહી ઉલ્લેખનીય છે કે ઇતિહાસમાં પહેલીવાર ગંગા આરતીની જેમાં ત્રણ મોટી આરતીમાં દિવા પ્રગટાવી માતાજીની મહાઆરતી ઉતારવામાં આવનારી છે.

Advertisement