For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

મેટ્રોની કામગીરીને કારણે સે.7/8ના કટથી ચ-3 સર્કલ અને ચ-3થી ચ-2 સર્કલ તરફ એક મહિના માટે વાહનવ્યવહાર બંધ

11:25 PM Aug 17, 2024 IST | eagle
મેટ્રોની કામગીરીને કારણે સે 7 8ના કટથી ચ 3 સર્કલ અને ચ 3થી ચ 2 સર્કલ તરફ એક મહિના માટે વાહનવ્યવહાર બંધ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી.ના જણાવ્યાનુસાર ચ – 3 સર્કલ થી મહાત્મા મંદિર સુધી ચાલી રહેલી કામગીરીને કારણે તા. 18/08/2024 થી તા. 17/09/2024 સુધી સેક્ટર 7/8ના કટ થી  ચ-3 સર્કલ તરફ જતો રોડ તથા ચ-3 સર્કલ થી ચ- 2 સર્કલ તરફ જતો રોડ તમામ વાહન વ્યવહાર માટે પ્રવેશ પ્રતિબંધ  રહેશે.
વૈકલ્પિક માર્ગ – 1 માટે ચ- 0 સર્કલથી ચ-3 તરફ જતા વાહન , વાહન ચાલકો સેક્ટર 7/8 ના કટથી ડાબી બાજુ વાળી સેક્ટર – 7માં પ્રવેશ કરી સીધા સેક્ટર 6/7ના કટ થી બહાર નીકળી ઘ-રોડ પર પ્રવેશ કરી શકશે.તથા સેકટર – 7 માં પ્રવેશ કરી થોડા આગળ જઈ જમણી બાજુ વળી રીંગ રોડ થઇ જે. એમ. ચૌધરી સ્કૂલ થઇ રોડ નં.3 પર પ્રવેશ કરી ઘ- રોડ તથા ચ- રોડ પર પ્રવેશ કરી શકશે. * સેક્ટર-8માં પ્રવેશ કરી સીધા થોડા આગળ જઈ રીંગ રોડ પર થઇ જ-રોડ પર પ્રવેશ કરી શકશે.વૈકલ્પિક માર્ગ – 2
ચ-રોડ પરથી વાહનો સેકટર -11 પેટ્રોલ પંપના કટ થી જમણી બાજુ વળી સેક્ટર – 11માં પ્રવેશ કરી થોડા આગળ જઈ સ્કાયલાઇન બિલ્ડીંગ થઇ ડાબી બાજુ વળી રોડ નં.3 પર પ્રવેશ કરી સેક્ટર  – 7 માં પ્રવેશ કરી સેક્ટર 7/8ના કટ થી ચ-રોડ પર તથા ઘ -3 સર્કલ થઇ ઘ-રોડ પર પ્રવેશ કરી શકશે.

Advertisement