યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ફ્લાઇટ્સ મોકલાશે
રશિયાના હુમલાને કારણે ઘણા ભારતીયો યુક્રેનમાં ફસાયા છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. સરકાર સામે સૌથી મોટો પડકાર આ દેશમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાનો છે, જેના માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે ભારત ફ્લાઈટ મોકલશે, જેનો ખર્ચ સરકાર ઉઠાવશે.
રશિયાના હુમલા બાદ યુક્રેને તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે, જેના કારણે ગઈકાલે યુક્રેનની રાજધાની કિવ તરફ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને અધવચ્ચેથી પરત ફરવું પડ્યું હતું. તે બાદ સરકારે તેના નાગરિકોને બહાર કાઢવા માટે હંગેરી અને પોલેન્ડથી યુક્રેનની સરહદ યુક્રેન મોકલવાનો નિર્ણય કર્યો. યુક્રેનનું એરસ્પેસ બંધ હોવાથી આ અધિકારીઓ જમીન માર્ગે મુસાફરી કરી રહ્યા છે.
ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, સુરક્ષિત માર્ગોની ઓળખ કરવામાં આવી છે. રોડ દ્વારા જો તમે કિવથી જાઓ છો, તો તમે નવ કલાકમાં પોલેન્ડ અને લગભગ 12 કલાકમાં રોમાનિયા પહોંચી જશો. રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
યુક્રેનને અડીને આવેલા 4 દેશો દ્વારા ભારતીયઓને બહાર કાઢવામાં આવશે. આ દેશો હંગેરી, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક અને પોલેન્ડ છે. ભારતીય દૂતાવાસે આ દેશોની સરહદ પર કેમ્પ લગાવ્યા છે. આ કેમ્પોમાં ભારતીય વિદ્યાર્થીઓએ જેમની સાથે સંપર્ક કરવાનો છે તેમના નામ અને નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ સડક માર્ગે આ દેશોમાં પહોંચશે ત્યારે તેમને કતાર થઈને ભારત લાવવામાં આવશે.