For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી, કીવમાં બ્લેકઆઉટ જાહેર....

11:21 AM Nov 16, 2022 IST | eagle
રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી  કીવમાં બ્લેકઆઉટ જાહેર

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હાલમાં કહ્યું હતું કે યુદ્ધના અંતની શરૂઆત થઈ ગઈ છે. ખેરસોનમાં રશિયાની સેના પાછળ હટ્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. આ નિવેદનના એક દિવસ બાદ કીવમાં 2 ધમાકા હોવાના સમાચાર સામે આવ્યા છે. મંગળવાર, 15 નવેમ્બર 2022ના કીવમાં ઓછામાં ઓછા બે ધમાકાનો અવાજ સંભળાયો હતો. આ ધમાકા બાદ ત્યાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

રોયટર્સ પ્રમાણે, રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ બાલીમાં બેઠક કરી રહેલા 20 દેશોના સમૂહના નેતાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યા અને તેમના આ સંબોધનના કેટલાક કલાકો બાદ યુક્રેન ભરમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી. આ ચેચતવણી બાદ બે વિસ્ફોટ થયા, જેનો અવાજ કીવ શહેરે સાંભળ્યો અને ધુમાડો જોવા મળ્યો હતો. તો યુક્રેનની વાયુ સેનાના પ્રવક્તાનું કહેવું છે કે રશિયાએ દેશભરમાં કરેલા હુમલામાં લગભગ 100 મિસાઇલ છોડી છે.

ખેરસોન છોડ્યા બાદ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર હુમલો તેજ કરી દીધો છે. મંગળવારે રશિયન સેના દ્વારા કીવ પર બે ખતરનાક મિસાઈલ હુમલામાં બે રહેણાંક ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે. હુમલા બાદ શહેરમાં ખતરાની સાયરન વાગવા લાગી હતી. ખેરસોનમાંથી રશિયન દળોની હકાલપટ્ટી બાદ આ સૌથી મોટો હુમલો છે. તે જ સમયે, યુક્રેન દ્વારા તૈનાત એર ડિફેન્સ સિસ્ટમે પણ ઘણી રશિયન મિસાઇલોને તોડી પાડી છે.

ત્યારબાદ યુક્રેની અધિકારીઓએ ઇમરજન્સી વીજળી આપૂર્તિ બંધ કરવા (બ્લેકઆઉટ) ની જાહેરાત કરી. રશિયાએ ઉર્જા અને અન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો કર્યો ત્યારબાદ રાજધાની કીવ સહિત અન્ય સ્થળો પર વીજળીની સપ્લાય બંધ કરી દીધી છે.

Advertisement