E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારનો અગત્યનો નિર્ણય....

12:15 PM Sep 26, 2024 IST | eagle

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપરને લગતા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવતો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઊર્જામંત્રી કનુ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે હવેથી નાના ઉદ્યોગ અને MSME કંપનીઓ સોલર પાર્ક, વિન્ડ પાર્ક તથા હાઈબ્રીડ (વિન્ડ સોલર) પ્રોજેક્ટ કેપ્ટિવ ઉપયોગ માટે લગાવી શકશે.રાજ્યમાં કોઈપણ ડેવેલપર સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. સાથે જ તેઓ પાર્કમાં જનરેટ થતો પાવર અથવા એસેટ નાના તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગોને વેચાણ કે ટ્રાન્સફર કરી શકશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની રિન્યુએબલ કેપેસીટી ૫૦૦ GW તેમજ ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી ૧૦૦ GW સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે.આ નિર્ણયથી અંદાજિત ૩૦૦ મેગાવોટના પ્રોજેક્ટ કમિશન થઈ શકશે તેમજ આગામી ચાર વર્ષમાં ઓપન એક્સેસમાં બે ગીગાવોટના નવા પ્રોજેક્ટ પણ ડેવલપ થશે. તેનાથી અંદાજિત ૧,૦૦,૦૦૦ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. ઉપરાંત આ નિર્ણયથી ગુજરાતની બધી જ ઇન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં ઘટાડો થશે તેમજ વૈશ્વિક બજારમાં ગુજરાતની પ્રોડક્ટ કોમ્પિટિટિવ પ્રાઇઝમાં ઉપલબ્ધ કરી શકાશે.

Next Article