‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટીઝર રિલીઝ….

0
281

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ થોડીક સેકન્ડનું ટીઝર જોયા બાદ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. આ ટીઝરમાં આલિયા અને રણવીરની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. તે જ સમયે, ટીઝરને જોઈને લાગે છે કે ફિલ્મની સ્ટોરી પણ મજબૂત હશે. રણવીર, આલિયા અને કરણ જોહરે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ટીઝર રિલીઝ કર્યુ છે, જે થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગયુ હતું.

આ ફિલ્મના અમુક સેકન્ડના ટીઝરમાં રોકી અને રાનીની લવસ્ટોરી બતાવવામાં આવી છે. આ બંનેની લવસ્ટોરી ક્યાં સુધી જશે, તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે, જેના માટે તમારે 28 જુલાઈની રાહ જોવી પડશે. ટીઝરમાં રણવીર અને આલિયાના રોમાન્સનો જંગ જામ્યો છે. બીજી તરફ ફિલ્મના લક્ઝુરિયસ સેટ અને શાનદાર આઉટફિટ્સ અને ટીઝરને જોતા લાગે છે કે ફિલ્મની સ્ટોરી જોરદાર હશે.

રણવીર, આલિયા અને કરણ જોહરે ટીઝર રિલીઝ કરવાના એક દિવસ પહેલા નવા પોસ્ટર સાથે ફિલ્મની ટીઝર રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં આલિયા અને રણવીર સિંહ સિવાય ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી, રોનિત રોય, અર્જુન બિજલાની, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા જોવા મળશે. તે જ સમયે, આ ફિલ્મનું નિર્દેશન કરણ જોહરે કર્યું છે.