E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

લાંબા સમયના વિરામ પછી મેઘરાજાએ ગાંધીનગરમાં ધબધબાટી બોલાવી..

04:20 PM Jul 15, 2024 IST | eagle

ગાંધીનગરમાં લાંબા સમયના વિરામ પછી મેઘરાજાએ બપોર થતાંની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધબધબાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે અસહ્ય ઉકળાટથી રાહત થઈ ગઈ છે. તો બીજી તરફ ગાંધીનગરમાં સાર્વત્રિક વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ભરાઈ જવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે.રાજ્યમાં આજે સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની બપોરે 1 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે. જેમાં 7 જિલ્લામાં ઓરેન્જ, 17 જિલ્લામાં યલો એલર્ટ છે. જે અન્વયે આજે રાજયના પાટનગર ગાંધીનગરમાં બપોર થતાંની સાથે જ મેઘરાજાએ વાદળોનાં ગળગળાટ સાથે ધબધબાટી બોલાવી છે.

Next Article