For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

'વન નેશન-વન ઈલેક્શન' બિલને મોદી કેબિનેટની મંજૂરી....

11:17 AM Dec 13, 2024 IST | eagle
 વન નેશન વન ઈલેક્શન  બિલને મોદી કેબિનેટની મંજૂરી

એક દેશ એક ચૂંટણી બિલને મોદી સરકારે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હવે સરકાર આ બિલને સદનના પટલ પર રજૂ કરી શકે છે. હાલ સંસદનું શિયાળું સત્ર ચાલે છે. આવતા અઠવાડિયે આ બિલ સંસદમાં રજૂ થાય તેવી શક્યતા છે. સૌથી પહેલા જેપીસીની કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો મંગાવવામાં આવશે. અંતમાં આ બિલ સંસદમાં રજૂ કરાશે અને તેને પાસ કરાવવામાં આવશે. આ અગાઉ રામનાથ કોવિંદ કમિટીએ સરકારને દેશમાં એક દેશ એક ચૂંટણી સંલગ્ન પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. દેશમાં હાલ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે ચૂંટણી થાય છે. આ બિલ પાસ થયા બાદ જ્યારે કાયદાનું સ્વરૂપ લેશે ત્યાર પછી દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારી છે.

Advertisement