For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

વાઇબ્રન્ટ સમિટને લઇ ગાંધીનગર કલેક્ટરનું જાહેરનામું.....

11:55 AM Dec 28, 2023 IST | eagle
વાઇબ્રન્ટ સમિટને લઇ ગાંધીનગર કલેક્ટરનું જાહેરનામું

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ને ધ્યાન માં રાખી ને ગાંધીનગર કલેકટરે વિવિધ રસ્તાઓને લઈ આ જાહેરનામુ બહાર પાડ્યું છે.વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી યોજાશે, ત્યાં સુધી જાહેરનામું લાગુ રહેશે. જેમાં ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રહેશે. ચ 0 થી ચ 5 રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. ગાંધીનગરમાં ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન રહેશે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તા રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમાં રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6 થી રાત ના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ રોડ આમ જનતા માટે પ્રતિબંધિત રહેશે.

Advertisement