For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

શહેરી વિસ્તારની ૩૭ પ્રાથમિક શાળાઓનું સંચાલન મનપા સંભાળશે

01:03 AM Feb 04, 2024 IST | eagle
શહેરી વિસ્તારની ૩૭ પ્રાથમિક શાળાઓનું સંચાલન મનપા સંભાળશે

ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તક રહેલી ૩૨ જેટલી પ્રાથમિક શાળાઓનું સંચાલન મહાનગર પાલિકાને સોંપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતાં મનપાત્ર તંત્ર હવે પોતાના વિસ્તારની તમામ ૩૭ પ્રાથમિક શાળાઓના સંચાલનની જવાબદારી સંભાળશે. ગાંધીનગર મહાનગર પાલિકાને આ શાળાઓનું સંચાલન સોંપવા રાજ્ય સરકાર સમક્ષ કરેલ દરખાસ્તને પગલે શિક્ષણવિભાગ દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની મનપા વિસ્તારમાં આવેલી ૩૨ પ્રાથમિક શાળાઓ મનપાને સોંપવાનો આદેશ થતાં મનપા હાલમાં પોતાને હસ્તક ૫ અને હવેની ૩૨ મળી કુલ ૩૭ પ્રાથમિક શાળાઓનું સંચાલન કરશે. જેની સોંપણીની તારીખ-સમય પંચાયત શિક્ષણ સમિતિ, મનપા અને પ્રાથમિક શિક્ષણાધિકારી નક્કી કરશે. સંબંધિત શાળાઓના શિક્ષકોને જિલ્લા પંચાયત કે મનપા હસ્તક રહેવાનો વિકલ્પ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મનપાને સોંપાયેલા આ ૩૨ શાળાઓમાં પેથાપુર, કોબા, રાયસણ, ફેત્તેપુરા, ઝુંડાલ, ભાટ, રાયસણ, સુઘડ, નભોઈ, ભાઈજીપુરા, કોલવડા, વાવોલ, અમિયાપુર, કોટેશ્વર, કુડાસણ, સરગાસણ, ર રાંધેજા અને ખોરજની શાળાઓનો સમાવેશ થાય છે.

Advertisement