સરકારને ગણતરીના કલાકોમાં જ દસ્તાવેજ ના નવા નિયમો રદ કરવાની ફરજ પડી
કોઈપણ પ્રોપર્ટી એટલેકે, મિલતની ખરીદી કરતી વખતે સૌથી અગત્યના હોય છે તેના દસ્તાવેજ. એ પુરાવો જેના આધારે તમે પોતાનો મિલકત પરના હકનો દાવો ગમે ત્યાં કરી શકો છો. હાલમાં જ દસ્તાવેજના સંદર્ભમાં સરકારે નવો નિયમ બનાવ્યો હતો. જોકે, બે દિવસમાં જ અભી બોલો અભી ફોક…ની જેમ સરકારે આ નિયમ રદ કરી દીધો છે. ગણતરીના કલાકોમાં જ સરકારે દસ્તાવેજ અંગેનો પરિપત્ર રદ કરી દીધો છે. તેથી દસ્તાવેજ અંગે હવે કયા નિયમો લાગૂ રહેશે એ બધુ તમે એકવાર ફરીથી જાણી લેજો.આગામી ૧ એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલો પરિપત્ર ગણતરીના દિવસોમાં દૂર કરી દેવાયો છે. અગાઉના પરિપત્ર મુજબ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું હતું જે અંગેની સૂચના રદ કરી દેવાની ફરજ સરકારે પડી છે.