For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

સિદ્ધાર્થ રાંદેરિયાની ‘હું અને તું’નું ટ્રેલર અજય દેવગને લૉન્ચ કર્યું...

11:40 PM Aug 12, 2023 IST | eagle
સિદ્ધાર્થ રાંદેરિયાની ‘હું અને તું’નું ટ્રેલર અજય દેવગને લૉન્ચ કર્યું

સિદ્ધાર્થ રાંદેરિયા દ્વારા તેમની નવી ફિલ્મ ‘ગૂગલી’ની જાહેરાત કરી છે. સિદ્ધાર્થ રાંદેરિયા તેમની કુમાર મંગત પાઠક અને પૅનોરમા બૅનર સાથેની ‘હું અને તું’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર-લૉન્ચ અજય દેવગન દ્વારા કરવામાં આવ્યું છે. આ ટ્રેલર-લૉન્ચ દરમ્યાન સિદ્ધાર્થ રાંદેરિયાએ તેમની આગામી ફિલ્મની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘અમે આજે જ ફાઇનલ કર્યું છે કે અમે પૅનોરમા બૅનર હેઠળ નવી ફિલ્મ લઈને આવી રહ્યા છીએ જેનું નામ ‘ગૂગલી’ છે. આ ફિલ્મને વિનોદ સરવૈયા દ્વારા લખવામાં આવી છે અને ફિલ્મને ધવલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મની ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી વિકી દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ પંદરમી સપ્ટેમ્બરે કરવામાં આવશે અને ૩૦ દિવસની અંદર એનું શૂટિંગ પૂરું કરવામાં આવશે. આ ફિલ્મને આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવશે. આ એક સુંદર સ્ટોરી છે અને કુમાર મંગત સાથે મળીને અમે નવી ફિલ્મ બનાવીશું.’

Advertisement