E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

સુપ્રીમ કોર્ટ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામતની જોગવાઈની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો.

11:48 AM Nov 07, 2022 IST | eagle

સુપ્રીમ કોર્ટ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામતની જોગવાઈ (EWS અનામત) ને પડકારનારી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો. 5 જજોની બેંચમાંથી 3 જજ આ અનામતના સમર્થનમાં એક મત હતા. જ્યારે CJI એ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે  SC/ST/OBC સમુદાયને આર્થિક આધાર પર અનામતમાંથી બહાર રાખવા એ ભેદભાવપૂર્ણ છે. આમ તેમણે આ મામલે જસ્ટિસ ભટ્ટનું સમર્થન કર્યું. આથી આ ચુકાદો 3:2 થી આવ્યો કહી શકાશે.

જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે સવાલ મોટો હતો કે શું EWS અનામત બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે? શું તેનાથી SC /ST/ ObC ને બહાર રાખવા એ મૂળ ભાવના વિરુદ્ધ છે? તેમણે કહ્યું કે EWS કોટા બંધારણનો ભંગ કરતો નથી. EWS અનામત યોગ્ય છે. તે બંધારણની કોઈ જોગવાઈનો ભંગ કરતો નથી. તે ભારતના બંધારણના પાયાના માળખાનો ભંગ કરતો નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે મે જસ્ટિસ દિનેશ મહેશ્વરીના અભિપ્રાય પર સહમતિ જતાવી છે. એટલે કે તેઓ પણ EWS અનામતને મૂળ અધિકારનું હનન ગણતા નથી. બેલા ત્રિવેદીએ કહ્યું કે EWS કેટેગરી વ્યાજબી કેટેગરી છે. આર્થિક રીતે વંચિત તબક્કાને આગળ લઈ જવો એ સરકારની જવાબદારી છે.

Next Article