For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

સોનિયા ગાંધી બન્યા કોંગ્રેસ સંસદીય દળના નેતા

11:08 PM Jun 08, 2024 IST | eagle
સોનિયા ગાંધી બન્યા કોંગ્રેસ સંસદીય દળના નેતા

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ કોંગ્રેસ પાર્ટીમાં નવો પ્રાણ ફૂંક્યો છે. પાર્ટીના નેતાઓથી લઈને કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા સતત બેઠકો ચાલી રહી છે. સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસની બેઠક યોજાઈ. આ બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર બાદ સોનિયા ગાંધીને સર્વસંમતિથી સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

77 વર્ષીય સોનિયા ગાંધી ફેબ્રુઆરીમાં રાજ્યસભા માટે ચૂંટાયા હતા, અગાઉ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) એ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સંભાળવા વિનંતી કરી હતી અને તેમણે પક્ષના ટોચના નેતાઓને કહ્યું હતું કે તે તેના પર વિચાર કરશે અને ખૂબ જ ટૂંક સમયમાં નિર્ણય લેશે.

Advertisement