For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

હંસરાજ રઘુવંશી - ડિમ્પલ પંચોલી અને મેગાસ્ટાર ટ્રેન્ડીંગ જોડી સચેત - પરંપરાનો લાઈવ મ્યુઝિકલ કોન્સર્ટ

05:16 PM Jan 02, 2024 IST | eagle
હંસરાજ રઘુવંશી   ડિમ્પલ પંચોલી અને મેગાસ્ટાર ટ્રેન્ડીંગ જોડી સચેત   પરંપરાનો લાઈવ મ્યુઝિકલ કોન્સર્ટ

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાટનગરનાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત લાઈવ મ્યુઝિકલ કૉન્સર્ટનું આયોજન 6 અને 7 જાન્યુઆરીનાં રોજ કરવામાં આવ્યું છે. પ્રિ વાઈબ્રન્ટ મ્યુઝિકલ કૉન્સર્ટ અંતર્ગત આકર્ષક લેસર – ક્રેકર શો પણ પણ યોજાનાર છે. જે માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને પાસ મેળવી શકાશે.

ગાંધીનગરમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના રોડ રસ્તાને રંગબેરંગી ફૂલોથી સમજાવવા સહિત બિલ્ડરોનાં સહયોગથી ઈમારતોને રોશનીથી ઝળહળતી કરી દેવામાં આવનાર છે. વાઈબ્રન્ટ સમિટને લઈને પાટનગર ગાંધીનગરમાં હવે મેગા મ્યુઝિકલ કૉન્સર્ટનું પણ આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા કરવામાં આવ્યું છે.

આગામી 10,11 અને 12 જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજનાર છે. જે પહેલા પ્રિ વાઈબ્રન્ટ મેગા મ્યુઝિકલ કૉન્સર્ટ છઠ્ઠી અને સાતમી જાન્યુઆરીએ યોજવામાં આવશે. જેની સાથો સાથ લેસર શો તેમજ ક્રેકર શો યોજવાનું પણ આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે.

જે અન્વયે છઠ્ઠી જાન્યુઆરીની સાંજે હેરી નકુમ અને હંસરાજ રઘુવંશી પર્ફોમન્સ આપશે. ઉપરાંત 7મી જાન્યુઆરીનાં રોજ સાંજે ડિમ્પલ પંચોલી અને મેગાસ્ટાર ટ્રેન્ડીંગ જોડી સચેત અને પરંપરાનો લાઈવ મ્યુઝિકલ કોન્સર્ટ ગોઠવવામાં આવ્યો છે. આ તમામ ખ્યાતનામ કલાકારો ગાંધીનગરની બે સાંજને યાદગાર બનાવશે. આ માટે નાગરિકોને ફ્રી પાસ મેળવવા ઓનલાઈન એન્ટ્રી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે.

જે માટે નીચે આપેલી લીંક થકી વહેલા તે પહેલાના ધોરણે ઈ-પાસ મેળવી લેવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ મેગા મ્યુઝિકલ કોન્સર્ટમાં આ કલાકારો બોલીવુડ, ડિવોશનલ સોંગ, ગુજરાતી સંગીતની ધૂમ મચાવશે.https://niharikasofttech.com/GMC-VibrantGujarat-pass/ તેમજ GMC-VibrantGujarat-pass/ આ બે લીંક ઉપરથી ફ્રી ઈ-પાસ ડાઉનલોડ કરી શકાશે.

Advertisement