For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

હીટવેવ કે આગની ઘટનાઓમાં થતા મોતને અટકાવવા તમામ પગલા લો: PM મોદી

10:18 PM May 07, 2022 IST | eagle
હીટવેવ કે આગની ઘટનાઓમાં થતા મોતને અટકાવવા તમામ પગલા લો  pm મોદી

દેશમાં આકરી ગરમીને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેનાથી બચવા માટેના ઉપાયો ઉપરાંત ચોમાસાની તૈયારીઓની સમીક્ષા માટે એક મહત્વની મીટિંગ યોજી હતી. જેમાં તેમણે હીટવેવ કે આગની ઘટનાને કારણે થતાં મોતથી બચવા માટે તમામ પગલા લેવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. મીટિંગમાં ભારતીય હવામાન વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ માર્ચથી મે દરમિયાન દેશમાં રહેલા ઊંચા તાપમાન વિશે વડાપ્રધાનને માહિતી આપી હતી તેમ પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

વડાપ્રધાન મોદીએ નોંધ્યું છે કે હીટવેવ કે આગની ઘટનાઓ વધી રહી છે અને તેમાં લોકોના જીવ હોમાઇ રહ્યા છે. જેને અટકાવવા માટે તમામ પગલા લેવાની જરૂર છે. આવી કોઇ ઘટના માટેનો પ્રતિસાદનો સમય એકદમ ઓછો હોવો જોઇએ. મતલબ કે તે સાવ નજીવો હોવો જોઇએ. મોદીએ કહ્યું હતું કે વધી રહેલા તાપમાનને કારણે હોસ્પિટલોમાં નિયમિત ફાયર સેફ્ટી ઓડિટ્સ હાથ ધરવાની જરૂર છે. તેમણે જંગલોમાં આગ લાગવાની ઘટના પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવીરીતે દેશમાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ ચિંતાની બાબત છે અને આવીરીતે જંગલોને તેનાથી બચાવવા જોઇએ. તેમણે જંગલમાં કર્મચારીઓની સંખ્યા વધારીને સંભવિત આગની ઘટના સમયસર શોધી કાઢવી જોઇએ

Advertisement