હીરા ઉદ્યોગમાં 50 વર્ષ બાદની સૌથી મોટી મંદી.....
ગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીની ચુંગાલમાં ફસાયો છે. મંદીના મારથી અમરેલીમાં હીરાના કારખાનાંને તાળા લાગી ગયા છે. હીરાના 500 કારખાનાંને તાળાં લાગ્યા છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર બન્યા છે. 47 હજાર કારીગરો બેરોજગારીના સકંજામાં ફસાયા છે. કેટલીક જગ્યાએ કારખાના 12 કલાકની જગ્યાએ 6 કલાક ચાલે છે. પહેલાની સરખામણીએ હીરા કારીગરોને પગાર ઓછો અપાય છે. આમ, હીરા ઉદ્યોગમાં 50 વર્ષ બાદની સૌથી મોટી મંદી આવી છે.ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગનું મોટુ ટર્નઓવર છે. સુરતમાં સૌથી વધારે હીરાના વેપાર થાય છે. તેમજ સૌરાષ્ટ્રના અનેક શહેરમાં હીરાના નાના મોટા કારખાના આવેલા છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં અનેક કારખાના છે. અમરેલી જિલ્લામાં એક સમયે 1200 કારખાના હતાં. મંદીના માર વચ્ચે હવે 900 કારખાના રહ્યાં છે, જેમાં 50 હજાર જેટલા કારીગરો કામ કરે છે. ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગ પર મંદીના વાદળો મંડરાયા છે. મંદીને કારણે 500 જેટલા કારખાનાને તાળા લાગી ગયા છે.