E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

24 કલાક પાણી આપવાની વાતો વચ્ચે સ્માર્ટસિટીમાં 'ટેન્કર રાજ'...

12:23 PM Oct 03, 2023 IST | eagle

રાજ્યનું પાટનગર આમ તો માથાદિઠ પાણી વપરાશમાં એશિયામાં પ્રથમ ક્રમે છે પરંતુ છેલ્લા પંદર દિવસથી પાણીની અલગ અલગ સમસ્યા અલગ અલગ સેક્ટરોમાં ઉભી થઇ છે. ગણી જગ્યાએ ફોર્સથી પાણી નથી આવતું ઘણી જગ્યાએ પુરતો પાણીનો પુરવઠો નથી આવતો તો ઘણા સેક્ટરોમાં હજુ ડોહળું પાણી આવે છે. આવી સ્થિતિમાં નગરના વીઆઇપી તથા અન્ય તમામ સેક્ટરોના છેવાડાના ઘર સુધી પુરતા ફોર્સથી અને જરૃરીયાત પુરતો પાણીનો પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવે તે માટે જ્યોતી મહિલા મંડળે ગાંધીનગરના સ્થાનિક ધારાસભ્યને રજુઆત કરી છે.

ગાંધીનગરાઓ આમ તો પાણી વપરાશમાં અવ્વલ છે.અન્ય શહેરની સરખામણીએ અહીં માથાદિઠ પાણી પુરવઠો વધુ આપવામાં આવે છે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવે છે તેમ છતા હાલ પાણીના વિવિધ પ્રશ્નો ઉભા થયા છે. આ અંગે ગાંધીનગરમાં કાર્યરત જ્યોતી મહિલા મંડળના પ્રમુખ ડો. ચેતના બુચે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરના ઘણા સેક્ટરોમાં અત્યારે ઓછા ફોર્સથી પાણી આવે છે જેના કારણે ઘરે પાછળ ચોકડીમાં કે ટાંકીમાં પાણી પહોંચતું નથી.જ્યારે ઘણા સેક્ટરોમાં ઓછા પ્રમાણમાં પાણી પુરવઠો આપવામાં આવે છે જેના કારણે નગરજનોને પાણીની જરૃરીયાતને પહોંચી વળવા માટે ટેન્કરો મંગાવવા પડયા છે. આ ઉપરાંત હજુ પણ ઘણી જગ્યાએ ગાંધીનગરમાં ડહોળા પાણીની સમસ્યા દૂર થઇ નથી. જેના કારણે પણ રહિશો ટેન્કર બોલાવવા મજબુર છે. આવી સ્થિતિમાં ગાંધીનગરના સ્થાનિક ધારાસભ્ય રીટાબેન પટેલને મહિલા મંડળે લેખિત રજુઆત કરી હતી અને જવાબદાર તંત્રને જરૃરી સુચના આપીને વીઆઇપી સેક્ટરની પરવાહ કર્યા વગર સમગ્ર ગાંધીનગર શહેરમાં રાબેતા મુજબ પુરતા ફોર્સથી પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો આપવાનું શરૃ કરાવવા માંગણી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના ઘરકામ માટે પણ પાણી જરૃરીયાત વધુ હોવાને કારણે પાણી વધુ આપવા માંગ પ્રબળ બની છે.

Next Article