For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

29 જુલાઈ:ઈન્ટરનેશનલ ટાઈગર દિવસ

11:07 AM Jul 29, 2022 IST | eagle
29 જુલાઈ ઈન્ટરનેશનલ ટાઈગર દિવસ

વર્ષ 2010થી દર વર્ષે 29 જુલાઈએ ઈન્ટરનેશનલ ટાઈગર દિવસ મનાવવામાં આવે છે. ત્યારે વાઘ માટે સરકારે કેટલીક ખાસ યોજનાઓ પણ બનાવી છે. જેમાં વાઘની સંખ્યા વધારવી, તેની જાળવણી કરવી અને તેને મુક્ત વાતાવરણ મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવે છે.દુનિયામાં રહેલી વાઘોની તમામ પ્રજાતીઓમાં લગભગ આજે 97 ટકા ગાયબ થઈ ગઈ છે. એક સમયે દુનિયામાં લગભગ 3 હજાર 900 જટેલા વાઘ જ હતા. જેથી વાઘને બચાવવા અને તેની સંખ્યા વધારા માટે લોકોને જાગૃત કરવાનું મિશન પુરજોશમાં ચાલે છે. જેથી 2022 સુધીમાં વઘાની સંખ્યા વધીને 4 હજારની આસપાસ પહોંચી છે.એક સદી પહેલાં દુનિયામાં લગભગ 1 લાખ વાઘ જંગલમાં રાજ કરતા હતા. પરંતુ 21મી સદીની શરૂઆત બાદ માત્ર 13 દેશમાં જ વાઘ બચ્યા હતા. જેની સંખ્યા 4 હજારથી પણ ઓછી થઈ ગઈ હતી. જેથી 2010થી 29 જુલાઈએ વિશ્વ ટાઈગર દિવસ બનાવવાની શરૂઆત કરવામાં આવી. જેથી જીવતા રહેલા વાઘની સુરક્ષા થાય અને વાઘની સંખ્યામાં વધારો કરી શકાય.વાઘ અલગ અલગ રંગના જોવા મળે છે. જેમાં સફેદ વાઘ, કાળા પટ્ટાવાળા સફેદ વાઘ, કાળા પટ્ટાવાળા ભૂરા વાઘ, ગોલ્ડન ટાઈગર હોય છે. જેમને જોવા એ એક અદભૂત લહાવો હોય છે. અત્યાર સુધી બાલી ટાઈગર, કૈસ્પિયન ટાઈગર, જાવન ટાઈગર અને ટાઈગર હાઈબ્રિડ જેવી પ્રજાતીઓ જોવા મળી છે. પરંતુ તે હવે લુપ્ત થઈ ચુકી છે.

Advertisement