For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

CBSE બોર્ડે જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ

10:53 AM Dec 13, 2023 IST | eagle
cbse બોર્ડે જાહેર કર્યો ધોરણ 10 12ની પરીક્ષાનો કાર્યક્રમ

CBSE Class 10th 12th 2024 Datesheet: સીબીએસઈ બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10 એપ્રિલ 2024 સુધી આયોજીત કરવામાં આવશે. બોર્ડ પરીક્ષાઓ લગભગ 55 દિવસ સુધી ચાલશે. CBSE એ વર્ષ 2024માં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સાથે બોર્ડે કેટલાક દિશા નિર્દેશ પણ જાહેર કર્યાં છે. CBSE સંલગ્ન શાળાઓમાં ધોરણ 10 અને 12 બંને માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી શરૂ થશે અને 15 ફેબ્રુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે. શિયાળુ શાળાઓ માટે, ધોરણ 10 અને 12 બંને માટે સત્ર 2023-24 માટે પ્રાયોગિક પરીક્ષાઓ/પ્રોજેક્ટ્સ/આંતરિક મૂલ્યાંકન 14 નવેમ્બરથી 14 ડિસેમ્બર, 2023 દરમિયાન હાથ ધરવામાં આવે છે.

Advertisement