E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

CREDAI ગાંધીનગર દ્વારા 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન

05:26 PM Jan 07, 2025 IST | eagle

૦૭ જાન્યુઆરી ૨૦૨૫, ગાંધીનગર: કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI) ગાંધીનગર દ્વારા 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ ટ્રાઈ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે, જે બુમિંગ ટ્રાઇ સિટી ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટીના રિયલ એસ્ટેટના શ્રેષ્ઠ એકમોનું પ્રદર્શન કરશે.

આ ઇવેન્ટમાં 65 ટોચના ડેવલપર્સ દ્વારા 120 થી વધુ પ્રોજેક્ટ એક છત નીચે દર્શાવવામાં આવશે, જે સંભવિત ઘર ખરીદનારાઓ અને રોકાણકારો માટે અનન્ય પસંદગીના વિકલ્પો પ્રદાન કરશે. આ ફેસ્ટમાં ઓન-ધ-સ્પોટ હોમ લોન મંજૂરી, રૂ.1 લાખ સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઇન્સ્ટન્ટ ઑફર્સ, દર એક કલાકે લકી ડ્રો સહિતના આકર્ષણો પ્રદાન કરશે. આ ઉપરાંત મુલાકાતીઓ મેગા લકી ડ્રોમાં ભાગ લઇ શકે છે, અને ન વેચાયેલી ઇન્વેન્ટરીના સ્ટોલ સુધી પહોંચી શકશે, જે ખરીદદારો માટે એક સુવર્ણ તક બનશે.

પ્રવીણ પટેલ, CREDAI ગાંધીનગરના ચેરમેને જણાવ્યું હતું કે, “ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટીને સમાવેશ કરતો ટ્રાઇ-સિટી વિસ્તાર અમર્યાદિત વ્યાપારી તકો અને સ્થળાંતર કરનારાઓના ધસારાને કારણે દેશમાં સૌથી ઝડપથી વિકસતા પ્રદેશોમાંનો એક છે. ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્ટ એ પ્રદેશની શ્રેષ્ઠ અને સૌથી આશાસ્પદ રિયલ એસ્ટેટ ઑફરનું પ્રદર્શન કરવા અને સાક્ષી બનવા માટેનું યોગ્ય સ્થળ છે. ડેવલપર્સ મોટી સંખ્યામાં ખરીદદારો સાથે જોડાઈ શકે છે, અને ખરીદદારો તેમના બજેટ અને જરૂરિયાતને અનુરૂપ વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ જોઇ શકશે.’

8,650 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલું, ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્ટ 30,000 થી વધુ મુલાકાતીઓને આકર્ષે તેવી અપેક્ષા છે, જે રિયલ એસ્ટેટ માટે ઝડપથી ઉભરતું હોટસ્પોટ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સમૃદ્ધ બિઝનેસ ઇકોસિસ્ટમ અને ફાસ્ટ-ટ્રેક કનેક્ટિવિટી દ્વારા સંચાલિત પ્રદેશની વધતી જતી રુચિને પ્રતિબિંબિત કરે છે. આ સ્થળ 1,000 થી વધુ કાર અને 450 જેટલા ટુ-વ્હીલર માટે પાર્કિંગની જગ્યા ધરાવે છે.

ગાંધીનગર એક વહીવટી હબ છે, જે 80-મીટર રિંગ રોડ, ન્યુ નોલેજ કોરિડોર, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2, સેમિકન્ડક્ટર, AI, બાયોટેકનોલોજી સહિતના વિવિધ ઉભરતા ક્ષેત્રોમાં રોકાણના પ્રવાહ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા વિકાસના માર્ગને પ્રોત્સાહન આપે છે. મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે સારી કનેક્ટિવિટી પણ રાજ્યની રાજધાનીમાં રિયલ એસ્ટેટ માર્કેટને બુટ કરશે તેવી અપેક્ષા છે.

GIFT સિટી, ભારતનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) છે, જે રોકાણ તક માટે ઉભરી આવ્યું છે, અને કેટલીક મોટી વૈશ્વિક કોર્પોરેશનો અને નાણાકીય સંસ્થાઓને આકર્ષિત કરે છે. અમદાવાદ, તેના કોસ્મોપોલિટન કલ્ચર, મેટ્રો રેલ અને BRTS જેવા વિકસતા શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગુજરાતના સૌથી મોટા રિયલ એસ્ટેટ માર્કેટ સાથે ગાંધીનગર અને GIFT સિટીને સંપૂર્ણ રીતે પૂરક બનાવે છે.

જશુ પટેલ, CREDAI ગાંધીનગરના પ્રેસિડેન્ટે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “પ્રોપર્ટી ફેસ્ટ ભારતના સૌથી ઝડપથી વિકસતા રિયલ એસ્ટેટ માર્કેટમાં ટ્રાઇ-સિટીના પરિવર્તનને પ્રકાશિત કરશે. ઉમદા કનેક્ટિવિટી, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉભરતા અર્થતંત્ર સાથે, આ વિસ્તાર ઘર ખરીદનારાઓ અને સંભવિત રોકાણકારો માટે આદર્શ સ્થાન છે. આ વિસ્તારમાં પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરવા અને વિકાસનો લાભ લેવાનો આ યોગ્ય સમય છે.”

ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્ટ વિવિધ બજેટ પ્રમાણે રહેણાંક અને કોમર્શિયલ સેગમેન્ટમાં મિલકતોની શ્રેણીનું પ્રદર્શન કરશે. સાત બેંકો પણ પ્રોપર્ટી ફેસ્ટમાં ભાગ લઈ રહી છે, રસ ધરાવતા ખરીદદારો માટે સ્થળ પર જ મંજૂરીની ખાતરી આપે છે. સંલગ્ન ક્ષેત્રોની પાંચ કંપનીઓ પણ ભાગ લઈ રહી છે. આ ફેસ્ટ ગાંધીનગરમાં PDEU મેટ્રો સર્કલ પાસે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે.

Next Article