E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

G20 સમિટઃ દિલ્હી પહોંચ્યા US પ્રમુખ બાયડન, દુનિયાના ઘણા દિગ્ગજ નેતા ભારતમાં હાજર

08:14 PM Sep 08, 2023 IST | eagle

ભારતની રાજધાની દિલ્હીમાં જી20 સમિટ યોજાઈ રહી છે. જેમાં વિશ્વના ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. જી20માં ભાગ લેવા માટે અમરિકન રાષ્ટ્ર પ્રમુખ જો બાયડન દિલ્હી પહોંચી ચૂક્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બાયડન યુએસ એમ્બેસેડર એરિક ગારસેટી અને તેમની પુત્રીને મળ્યા હતા. જી20 દરમિયાન જો બાયડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ શકે છે. જેના પર સૌની નજર રહેલી છે. આ ઉપરાંત બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનાક પણ શુક્રવારે દિલ્હી આવી પહોંચ્યા છે. તેમની સાથે તેમના પત્ની અક્ષતા મૂર્તિ પણ આવ્યા હતા. જોકે, જી20 સમિટના દિલ્હીમાં ત્રણ દિવસ સુધી લોકડાઉન જેવી સ્થિતિ છે. સુરક્ષાના કારણોસર લોકો પર કેટલાક નિયંત્રણો પર રાખવામાં આવ્યા છે. બાયડન ભારત આવનારા આઠમાં અમેરિકન પ્રમુખ
જો બાયડન ભારતની મુલાકાતે આવનારા અમેરિકાના 8મા રાષ્ટ્ર પ્રમુખ છે. ખાસ વાત એ છે કે ભારતની આઝાદીના પ્રથમ 50 વર્ષમાં અમેરિકાના માત્ર ત્રણ રાષ્ટ્ર પ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા હતા. જ્યારે છેલ્લા 23 વર્ષમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખની આ છઠ્ઠી મુલાકાત છે. અમેરિકાના NSA જેક સુલિવાને કહ્યું હતું કે બંને દેશો વચ્ચે સિવિલ ન્યુક્લિયર ટેક્નોલોજીમાં સહયોગ વધારવા પર પણ ચર્ચા થશે. આ સિવાય નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર પર પણ સમજૂતી થઈ શકે છે.

Next Article