E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

HMPV વાયરસ સામે ભારત સંપુર્ણ તૈયાર, બહાર પાડવામાં આવી ગાઇડલાઇન

12:11 AM Jan 05, 2025 IST | eagle

હ્યુમન મેટાનિમોવાયરસ (hMPV) અંગે કેન્દ્ર સરકારે કહ્યું કે, હાલ આ પ્રકારનો એક પણ કેસ ભારતમાં નોંધાયો નથી. ભારત સરકાર આ વાયરસ સામે લડવા માટે સંપુર્ણ તૈયાર છે.

Telangana Guidelines on hMPV : ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા હ્યુમન મેટાનિમોવાયરસના કારણે ફરી એકવાર ડરની સ્થિતિ પેદા થઇ છે. બીજી તરફ કોરોના વાયરસ જેવી મહામારી ન આવે તે અંગે ભારત પર પણ બારીક નજર રાખવામાં આવી રહી છે. હાલના ઘટનાક્રમમાં ભારત સરકારે કહ્યું કે, ભારત આ વાયરસને પહોંચી વળવા માટે સંપુર્ણ તૈયાર છે. ગભરાવાની જરૂર નથી. તેલંગાણા સરકારે દિશા નિર્દેશ પણ બહાર પાડી દીધા છે.
તેલંગાણામાં hMPV નો કોઇ કેસ નોંધાયો નથી
તેલંગાણાના સ્વાસ્થય વિભાગે રાજ્યમાં હાલના શ્વસન સંક્રમણોનો ડેટા વિશ્લેષણ કર્યો અને સામે આવ્યું કે, ડિસેમ્બર 2024 ની તુલનાએ ડિસેમ્બર 2023 માં સંક્રમણના કિસ્સામાં કોઇ ઉલ્લેખનીય વધારો થયો નથી.

સાવધાની રાખવાના નિર્દેશ
સ્વાસ્થય વિભાગે નાગરિકોને શ્વસન સંક્રમણથી બચાવવા માટે કેટલીક સાવધાનીઓ વર્તવા માટે જણાવ્યું છે. તે અંગેના દિશા નિર્દેશો પણ બહાર પાડ્યા છે.

આટલું કરો
– ખાંસી કે છીંક વખતે તમારા મોં અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકો.
– તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોઈ લો અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
– ભીડવાળી જગ્યાઓ ટાળો અને ફ્લૂથી પ્રભાવિત લોકોથી અંતર જાળવો.
– જો તમને તાવ, ઉધરસ કે છીંક આવતી હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો.
– પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક ખાઓ.
– તમામ સ્થળોએ પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી કરો.
– જ્યારે તમે બીમાર હોવ ત્યારે ઘરે રહો અને અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરો.
– પૂરતી ઊંઘ લો.

આટલું ન કરો
– હાથ મિલાવવાનું ટાળો.
– ટિશ્યુ પેપર કે રૂમાલનો વારંવાર ઉપયોગ કરશો નહીં.
– બીમાર લોકોના સંપર્કમાં ન આવવું.
– તમારી આંખો, નાક અને મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.
– જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળો.
– ડૉક્ટરની સલાહ વિના દવાઓ ન લેવી.

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે શું કહ્યું?
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે ચીનમાં એચએમીવીન ફેલાવાની આશંકા વચ્ચે લોકોને શાંત રહેવા માટે અપીલ કરી છે. આશ્વાસન આપ્યું કે, ભારત શ્વાસ સંબંધિત બિમારીઓને પહોંચી વળવા માટે સંપુર્ણ તૈયાર છે. ચીનમાં પણ સ્થિતિ અસામાન્ય નથી.
ભારત સરકારના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડીજીએચએસ અને નેશનલ સેન્ટર ફોર ડિજીજ કંટ્રોલના નિર્દેશકે નિવેદન બહાર પાડ્યું હતું. HmPV એક સામાન્ય શ્વસન સંબંધિત વાયરસ છે. જે શિયાળામાં ફ્લૂ જેવા લક્ષણો પેદા કરે છે. તે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને પ્રભાવિત કરે છે.

Next Article