PM મોદીની વેબસાઈટમાં માતા હીરાબાના નામથી ખાસ સેક્શન, કહ્યું- ‘તમે આપેલા સંસ્કાર મારા મન-મસ્તક પર તમારા બે હાથની માફક ફેલાયેલા છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓફિશિયલ વેબસાઈટ પર તેમના માતા હીરાબાને સમર્પિત એક સેક્શન બનાવ્યું છે. આ સેક્શનમાં માતા હીરાબાના જીવનને લગતી ખાસ વાતો, તેમની તસવીરો-વિડીયો તથા તેમના વિચારને સ્થાન આપવામાં આવ્યું છે. તેમા ચાર અલગ-અલગ સેક્શન બનાવવામાં આવ્યા છે, માતા હીરાબાનું જાહેર જીવન, દેશની યાદોમાં હીરાબા, હીરાબાના નિધન અંગે વિશ્વભરના નેતાઓના શોક સંદેશ તથા માતૃત્વને સેલિબ્રેટ કરવા માટે ટેમ્પલેટ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 30 ડિસેમ્બરના રોજ હીરાબાનું અવસાન થયું હતું, ત્યારબાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ માઈક્રોસોફ્ટ લોંચ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓફિશિયલ વેબસાઈટ પર તેમના માતા હીરાબાને સમર્પિત એક સેક્શન બનાવ્યું છે. આ સેક્શનમાં માતા હીરાબાના જીવનને લગતી ખાસ વાતો, તેમની તસવીરો-વિડીયો તથા તેમના વિચારને સ્થાન આપવામાં આવ્યું છે. તેમા ચાર અલગ-અલગ સેક્શન બનાવવામાં આવ્યા છે, માતા હીરાબાનું જાહેર જીવન, દેશની યાદોમાં હીરાબા, હીરાબાના નિધન અંગે વિશ્વભરના નેતાઓના શોક સંદેશ તથા માતૃત્વને સેલિબ્રેટ કરવા માટે ટેમ્પલેટ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 30 ડિસેમ્બરના રોજ હીરાબાનું અવસાન થયું હતું, ત્યારબાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ માઈક્રોસોફ્ટ લોંચ કરવામાં આવ્યું હતું. વિડીયોના અંતમાં PM મોદીના શબ્દોને સ્વર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે, ‘પૂજ્ય માતા, આજે તમે નથી રહ્યા, તેમ છતાં તમારા દ્વારા આપવામાં આવેલા સંસ્કાર મારા મન-મસ્તક પર તમારા બે હાથની માફક ફેલાયેલા છે, જે મને શક્તિ, શિક્ષણ આપે છે. નમન કરવા, માથા પર તિલક લગાવા, મિઠાઈ ખવડાવવી, હાથ પકડવો, દિવો પ્રગટાવવો, ચરણસ્પર્શ કરી મારી આંગળીઓથી તમારી ઊર્જા મારી નસ-નસ સુધી પહોંચવી, આ સ્મૃતિઓ મારા અને તમારા વચ્ચે હવે નવો પૂલ છે માતા. તમને મળવાનો આ નવો સેતુ છે માતા, બસ હવે તેની પર હું ટહેલતો રહીશ