For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

Pushpa 2 એ બોક્સ ઑફિસના ઈતિહાસના પાના ફેરવી નાખ્યા...

01:59 PM Dec 09, 2024 IST | eagle
pushpa 2 એ બોક્સ ઑફિસના ઈતિહાસના પાના ફેરવી નાખ્યા

ફિલ્મ Pushpa 2 એ રિલીઝના પ્રથમ દિવસથી બોક્સ ઓફિસ પર દરેક સુપરહિટ અને હિટ ફિલ્મોના Record બ્રેક કરવાનું શરૂ કરી દીધું છે. જોકે ફિલ્મ Pushpa 2 એ પ્રથમ દિવસે 220 કરોડની કમાણી કરી હતી. જે ભારતીય ઈતિહાસમાં એક અગ્રીમ Record છે, કારણ કે… ભારતીય સિનેમામાં અત્યાર સુધી કોઈપણ ફિલ્મ આટલી કમાણી પ્રથમ દિવસે કરી નથી. પરંતુ જેમ દિવસ જાય છે, તેમ પુષ્પારાજ બોક્સ ઓફિસના દરેક રોકોર્ડ બ્રેક કરીને એક નવો રોકોર્ડ બનાવી રહ્યો છે.ફિલ્મ Pushpa 2 એ વીકએન્ડમાં વધુ એક નવો Record બનાવ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમના ચાહકોને માહિતી શેર કરી છે. ફિલ્મ Pushpa 2 એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો Record બનાવ્યો છે. Mythri મૂવી મેકર્સે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાહેરાત કરી છે કે Pushpa 2 અત્યાર સુધીમાં રૂ. 500 કરોડની કમાણી કરનાર સૌથી ઝડપી ભારતીય ફિલ્મ બની ગઈ છે.

Advertisement