For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

RBIને ધમકીભર્યો ઈમેલ મોકલનાર વડોદરાથી ઝડપાયા....

03:37 PM Dec 27, 2023 IST | eagle
rbiને ધમકીભર્યો ઈમેલ મોકલનાર વડોદરાથી ઝડપાયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના વડોદરામાંથી આરોપીની ધરપકડ કરી છે. આદીલ,વસીમ અને આર્શીલ નામના આરોપી ઝડપાયા છે. તેઓને મુંબઈ લઇ જવામાં આવ્યા છે. હજુ તેની પૂછપરછ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે આરોપીએ RBI ઓફિસને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો. મેલમાં લખવામાં આવ્યું હતું કે મુંબઈમાં 11 જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપી પર મુંબઈ પોલીસે તેની પકડ વધુ કડક કરી છે. આરોપીની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેની પૂછપરછ કરી રહી છે.
મુંબઈ પોલીસે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની વડોદરાથી ધરપકડ કરી છે. આરોપીએ મંગળવારે RBIને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ દારૂના નશામાં ન હતો પરંતુ તેણે આ ઈમેલ શા માટે મોકલ્યો તેની માહિતી ક્રાઈમ બ્રાન્ચ એકત્ર કરી રહી છે.

Advertisement