E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

ઇસરો 15મી ઓગસ્ટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરશે...

11:43 AM Aug 07, 2024 IST | eagle

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) 15મી ઓગષ્ટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-8 લોન્ચ કરશે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-8(ઈઓએસ)ને સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ(એસએસએલવી)-3ડી દ્વારા લોન્ચ કરવામાં આવશે. ઇસરોના સૂત્રોના કહેવા મુજબ ઈઓએસ-8ને 15મી ઓગષ્ટ(સ્વતંત્રતા દિવસ)ના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. ઈન્ડિય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)એ કહ્યું કે, ઈઓએસ-8 સેટેલાઈટ મેનફ્રેમ સિસ્ટમ જેવી કે ઈન્ટીગ્રેટેડ એવિયોનિક્સ સિસ્ટમ, જેને સંચાર, બેઝબેન્ડ, સ્ટોરેજ અને પોજિશનિંગ(સીબીએસપી) પેકેજ તરીકે ઓળખવામાં આવે છે, જે એક મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે, જે કેટલાય કાર્યોને એક સિંગલ, એફિશિયન્ટ યુનિટમાં જોડે છે. ઇસરોએ વધુમાં કહ્યું કે, ઈઓએસ-8 મિશનના પ્રાથમિક ઉદ્દેશ્યોમાં – એક માઇક્રોસેટેલાઇટને ડિઝાઈન કરવો અને વિકસિત કરવો, માઈક્રોસેટેલાઈટ બેઝની સાથે સુસંગત પેલોડ ઉપકરણ બનાવવા અને ભવિષ્યના પરિચાલન ઉપગ્રહો માટે આવશ્યક નવી ટેકનોલોજીને સામેલ કરવાની બાબત સામેલ છે. માઈક્રોસેટ-આઈએમએસ-1 બસ પર બનાવેલા, ઈઓએસ-8 ત્રણ પેલોડને લઈને જાય છે – ઈલેક્ટ્રો ઓપ્ટિકલ ઈન્ફ્રારેડ પેલોડ, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ-રિફ્લેક્ટોમેટ્રી પેલોડ અને સીક યુવી ડોમિસીટર. આમ, ઇસરોએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.

Next Article