For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

બાંગ્લાદેશમાં આર્થિક સંકટ,રસ્તા પર જનતા

12:08 PM Aug 08, 2022 IST | eagle
બાંગ્લાદેશમાં આર્થિક સંકટ રસ્તા પર જનતા

બાંગ્લાદેશમાં મોંઘવારીથી ત્રસ્ત જનતાને સરકારે વધુ એક મોટો ઝટકો આપ્યો છે. પાછલી રાત્રે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 51.7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં ફ્યૂલના ભાવમાં તેને સૌથી મોટી વૃદ્ધિ ગણાવવામાં આવી રહી છે. પહેલાથી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર બેવડો માર પડ્યો છે.બાંગ્લાદેશે પોતાના વિદેશી મુદ્રા ભંડારને વધારવાના પ્રયાસો વચ્ચે વિશ્વ બેન્ક અને એશિયન વિકાસ બેન્ક પાસે 2 અબજ ડોલરની માંગ કરી રહ્યું છે. બાંગ્લાદેશની 416 અબજ ડોલરની અર્થવ્યવસ્થા વર્ષોથી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધનારી અર્થવ્યવસ્થા રહી છે, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વધતી ઉર્જા અને ખાદ્ય કિંમતોએ તેના આયાત બિલ અને ચાલૂ ખાતાની ખોટને વધારી દીધી છે.

રિપોર્ટમાં તેની સાથે જોડાયેલા લોકોનો હવાલો આપતા કહ્યું કે સરકારે એડીબી અને વિશ્વ બેન્કને પત્ર લખી 1 અબજ ડોલરની માંગ કરી છે. તો પાછલા સપ્તાહે IMF એ કહ્યું કે તે બાંગ્લાદેશની લોન માંગવાની વિનંતીને લઈને ચર્ચા કરશે. બાંગ્લાદેશી મીડિયાએ કેટલાક દિવસ પહેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે દેશ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસે 4.5 અબજ ડોલર ઈચ્છે છે, જેમાં બજેટીય અને ચુકવણી સંતુલન સહાયતા સામેલ છે. નોંધનીય છે કે બાંગ્લાદેશનો કપડા ઉદ્યોગ ચીન બાદ દુનિયાનો નંબર-2 નિકાસકાર છે. ફેસન બ્રાન્ડ ટોમી હિલફિગર કંપની પીવીએચ કોર્પ અને ઈન્ડિટેક્સ એસએની ઝારાના આપૂર્તિકર્તા પલ્મી ફેશન લિમિટેડે જુલાઈમાં મળેલા ઓર્ડર પાછલા વર્ષની તુલનામાં 20 ટકા ઓછા છે.

Advertisement