For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

બિપોરજોય ચક્રવાતને લઈને નિર્મલા સીતારમણે બેન્કોને આપ્યા આદેશ

05:26 PM Jun 15, 2023 IST | eagle
બિપોરજોય ચક્રવાતને લઈને નિર્મલા સીતારમણે બેન્કોને આપ્યા આદેશ

અરબ સાગરમાંથી ઉઠી રહેલા ચક્રવાતી તોફાન બિપોરજોયને લઈને સરકાર દરેક મોર્ચે તૈયારી કરી રહી છે. ગુજરાત તટ તરફથી આગળ વધી રહેલા અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન આજે કચ્છના જખૌ બંદર નજીક ટકરાશે. તેને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે, તેમ છતાં પણ જાનમાલના નુકસાનનો ખતરો રહેલો છે. આ દરમ્યાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓનેના મેનેજમેન્ટ સાથે તોફાનને લઈને એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં વીમા કંપનીઓને ક્લેમનું ફટાફટ નિકાલ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો વળી ચક્રવાતથી પ્રભાવિત ક્ષેત્રોમાં કર્મચારીઓની સુરક્ષાને લઈને બેન્કોને પાક્કી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.બેઠક દરમ્યાન નિર્મલા સીતારમણે કહ્યું કે, તમામ આપદા નિયમોનું પાલન કરવાની સાથે સાથે કર્મચારીઓને તેના વિશે જાગૃત કરવા જોઈએ. બેન્કો અને વીમા કંપનીઓએ એ નક્કી કરવું જોઈએ કો, બિપોરજોય ચક્રવાત દરમ્યાન કર્મચારીઓની યોગ્ય દેખરેખ, ભોજન અને દવા મળે. બેઠકમાં બેન્કો અને વીમા કંપનીઓના એમડીએ બિપોરજોય ચક્રવાતને ધ્યાને રાખી સાવધાનીના ઉપાયો વિશે વિસ્તૃત જાણકારી આપવી જોઈએ.

Advertisement